ભાવનગરમાં આજે બુધવારે સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી માહોલ બંધાયો હતો અને ઝરમર તેમજ ઝાપટા વરસ્યા હતા અને બપોર પડતા જ મેઘરાજા તોફાની ઇનિંગ્સ રમવા ઉતર્યા હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો સાથે વીજળીના કડાકા ભડાકા પણ શરૂ થયા હતા. ભાવનગરમાં આજે બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં વીજળી પડી હોવાનો એક વિડિયો પણ ભારે વાયરલ થયો છે.