ગુજરાતથી મુંબઈ જઇ રહેલી જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં બની હતી. મૃતકોમાં એક RPF ASI અને ત્રણ મુસાફરોનો સમાવેશ થાય છે. કોન્સ્ટેબલ ચેતને ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો છે.
જણાવી દઈએ કે, જયપુર એક્સપ્રેસ જયપુરથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, કોન્સ્ટેબલનો તેના સાથીદાર સાથે વિવાદ થયો અને જ્યારે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી, ત્યારે આરોપીએ ગોળીબાર કર્યો, જેમાં ચાર લોકોના મોત થયા.