ભાવનગર,તા.5
ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગરના તળાજા રોડ, રામમંત્ર મંદિર પાસે આવેલ પ્લોટ નં.૨૫૫/એ-બી ના ભોગવટો કરનાર સેવાભાવી એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુરૂકુળ રોકન્ડરી સ્કુલના શાળા સંચાલક દ્વારા તેઓની શાળાની મંજુરી માટે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગના બનાવટી દસ્તાવેજ આવાસ માટેનું પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે રજુ કરેલ.
જે અનવ્યે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગમાં ખરાઈ અર્વે મોકલતા, બાબતની જાણ થતા એ. ડીવીઝન નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી આધારો રજુ કરનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાયેલ છે તથા ચિત્રા ના રે.સ.નં. ૨૨૯/૧ તથા ૨૨૯૨ પૈકી, આકાશ તૈસીડન્સી, ચિત્રા-સીદસર રોડ ખાતે આવેલ પ્લોટ નં.૧૪૩ નાં પાત્રનાં ધારણકર્તા ગોહેલ રેખાબેન મથુરભાઈ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા, ટાઉન ડેવલોપમેન્ટ વિભાગના ત્રણ બનાવટી દસ્તાવેજો ૧૨૫.૦૦ ચો.મી હેઠળ સ્વીકૃત પ્લાન, કમ્પલીશન પ્લાન તથા આવાસ માટેનુ પ્રમાણપત્ર ઘરવેરા વિભાગ (પશ્ચિમ) ખાતે નામ ટ્રાન્સફર કરાવવા અર્થે રજુ કરેલ. જે અનવ્યે ઘરવેરા વિભાગ (પશ્ચિમ) દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે જાણ કરતા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ડી. ડીવીઝન પોલીસ સ્ટેશન, આર.ટી.ઓ. સર્કલ ખાતે બનાવરી આધારો રજુ કરનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાયેલ છે.
આમ ભાવનગર શહેરની પ્રજાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના ખોટા બનાવવામાં આવતા ડોક્યુમેન્ટથી સાવધાની રાખવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.





