સરકારે સીલીંગ ફેન માટે ફરજીયાત ગુણવતા માપદંડ જાહેર કર્યા છે. આ પગલુ ઈલેકટ્રીક પંખાના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને હલકી ગુણવતાના પંખાની આયાત પર અંકુશ લગાવવા માટે લેવામાં આવ્યુ છે. ઉદ્યોગ અને આંતરીક વ્યાપાર સંવધર્ન વિભાગે આ બારામાં સૂચના જાહેર કરી છે.
સૂચનામાં કહેવામાં આવ્યુ છે કે, સીલીંગ ફેન (ગુણવતા નિયંત્રણ) આદેશ 2023 અંતર્ગત આવતી વસ્તુઓનું ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) ચિન્હ વિના ઉત્પાદન, વેચાણ, વ્યાપાર, આયાત કે સ્ટોરેજ નહી કરી શકાય. સૂચના પ્રકાશીત થયાના 6 મહિના બાદથી તે અમલી બની જશે.ત્યારબાદ સીલીંગ ફેન માટે બીઆઈએસ પ્રમાણ જરૂરી નહીં રહે. જોગવાઈનો પહેલીવાર ભંગ કરનાર પર બે વર્ષની જેલ કે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાના દંડ વસુલી શકાય છે. બીજી વાર કે તેથી વધુ વાર જોગવાઈનાં ભંગ પર દંડ વધારીને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા અને વસ્તુની કિંમતનાં 10 ગણા કરી શકાય છે.