આપણે કાંડા ઘડિયાળ પહેરીએ છીએ તેના રબર કે કપડાં કે ચામડાના પટ્ટામાં જીવાણુ હોય છે અને તે બિમાર પાડતા હોવાનો ચોંકાવનારો ખુલાસો એક સંશોધનમાં થયો છે. સ્માર્ટ વોચ કે ફિટબિટ બેન્ડના પટ્ટાની નીચે રહેલા જીવાણુથી તાવ, ડાયેરિયા જેવી સમસ્યા પેદા થવાની આશંકા રહે છે. તે આપણી રોગ પ્રતિકારક સીસ્ટમને પણ નુકશાન પહોંચાડે છે. આ પટ્ટામાં સ્ટેફિલોકોકસ એસપીપી નામના જીવાણુ હોય છે. જેનાથી સ્ટેફ સંક્રમણ થાય છે. આવી ઘડિયાળોના પટ્ટાની નીચે ઈ કોલી જીવાણી 60 ટકા અને સ્યુડોમોનસ એસપીપી 30 ટકા હોય છે.
 
			
 
                                 
                                



