બિહારમાં નાગપંચમી પર યોજાયેલા ધાર્મિક આયોજન તથા શોભાયાત્રા અન્ય આયોજનો સમયે મોતિહારી તથા બગહામાં ત્રણ સ્થળો પર આ પ્રકારના આયોજનો પર પથ્થરમારો તથા અથડામણ થતા પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી જ આ ક્ષેત્રમાં તનાવ સર્જાયો હતો.
બગહા અને મોતીહારિમાં ત્રણ સ્થળો પર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને તરફ વાહનો સળગાવ્યા તથા એકબીજાના ઘરો પર પથ્થરમારા સહિતની ઘટનાઓ બની હતી જેમાં બાઈક સહિતના વાહનો સળગાવાયા હતા. અહી મહાવીરી અખાડા દ્વારા જે શોભાયાત્રાનું આયોજન થયુ તે પછી તનાવ વધ્યો હતો. મોતીહારિમાં આ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો અને પથ્થરમારો થતા 12 લોકોને ઈજા થઈ હતી. મોતીહારિના મૈહસી, કલ્યાણપુર તથા થરપામાં આ ઘટના બની હતી. બાદમાં અહી ભારે પોલીસદળ તૈનાત કરાયા હતા અને સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો થયા હતા.
 
			
 
                                 
                                



