અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. વાસ્તવમાં, ગણેશ ચતુર્થીના દિવસે, લોકો ભગવાન ગણેશને તેમના ઘરમાં સ્થાપિત કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે, તેઓ તેમને વિદાય આપે છે અને તેમનું વિસર્જન કરે છે. ગણપતિ બાપ્પાનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવે છે. 28મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે. ચાલો જાણીએ ભગવાન ગણેશના વિસર્જન માટેનો શુભ સમય અને વિસર્જનની રીત.
ગણેશ વિસર્જનનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ ગ્રહો શાંત થઈ જાય છે. તેની સાથે તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
ગણેશ વિસર્જન માટેનો શુભ સમય
ચતુર્દશી તિથિ 28 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી રહેશે. આ પહેલા ભગવાન ગણેશનું વિસર્જન કરવું શુભ રહેશે. કારણ કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરવાની પરંપરા છે. અમૃત કાલ 28મી સપ્ટેમ્બરે સવારે 6.30થી 8 આ પછી, વિસર્જનનો શુભ સમય સવારે 9.30થી 11 છે. આ પછી, બપોરે 3:31થી સાંજે 5.01 વાગ્યા સુધી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)






