ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધુ ભયાવહ બની રહ્યું છે, બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાને ઈઝરાયેલના સમર્થનમાં મોટી જાહેરાત કરી છે. આમાં તેણે ઈઝરાયેલને સમર્થન આપવાની યોજનાના ભાગરૂપે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં સર્વેલન્સ એરક્રાફ્ટ અને બે રોયલ નેવી જહાજો મોકલવાની વાત કરી છેઆ વિમાન આતંકવાદી જૂથોને હથિયારોના ટ્રાન્સફર જેવા ક્ષેત્રીય સ્થિરતા માટેના જોખમો પર નજર રાખવા માટે આજથી પેટ્રોલિંગ શરૂ કરશે.
આ સિવાય ઈઝરાયેલ માટે બ્રિટનના સહાય પેકેજમાં સર્વેલન્સ એસેટ્સ, હેલિકોપ્ટર, P8 એરક્રાફ્ટ અને મરીન કંપનીનો પણ સમાવેશ થાય છે. પીએમ સુનાકે કહ્યું કે તેઓ ઇઝરાયલના સમર્થનમાં છે, એટલા માટે બ્રિટિશ સંપત્તિઓ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવી રહી છે.
હમાસના હુમલા બાદ બ્રિટિશ પીએમ સુનાકની આ જાહેરાત ઈઝરાયેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ યુદ્ધ દરમિયાન બ્રિટનની મદદ હમાસ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. આ સાથે બ્રિટને અન્ય સહાય પેકેજની પણ જાહેરાત કરી છે.