આજે વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. નવલાં નોરતાં પૂરા થયા બાદ દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા-જલેબી આરોગશે પણ આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજના દિવસે લગભગ દરેક દુકાનો કે સ્ટોલમાં ફાફડા-જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 400થી લઇને 900 રૂપિયા સુધી પંહોચી ગયો છે.