એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ અને આ વખતે તે એથ્લેટિક્સમાંથી આવ્યો છે. શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જોર્ડનના નબિલ મકાબલેહને 0.01 સેકન્ડના સૌથી ઓછા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. શરથે 2:18:90ના સમય સાથે મેડલ જીત્યો હતો.
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયન પેરા ગેમ્સ 2023ના બીજા દિવસે પ્રાચી યાદવે ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ ઉપરાંત પ્રાચીના પતિ મનીષ કૌરવે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી. પ્રાચીના પતિ મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારત તરફથી સિમરન વત્સે મહિલાઓની 100 મીટર T12 ઇવેન્ટમાં 12.68નો સમય લેતા સિલ્વર મેડલ જીત્યો હતો. જયારે દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 ઇવેન્ટમાં 56.69નો સમય લેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ દીપ્તિએ નવો એશિયન પેરા રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો.