5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, તો ચૂંટણી પંચ પણ ચૂંટણી યોજવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે 5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ માં 7 નવેમ્બર, છત્તીસગઢ માં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાન માં 23 નવેમ્બર, તેલંગણામાં 30 નવેમ્બરે અને મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.