અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જમીનની તૈયારી શરુ થઇ ગઇ છે. મંદિર ટ્રસ્ટે રામસેવક પુરમ કાર્યાશાળામાં આના માટે એક કાર્યાલય પણ ખોલી દીધું છે. જેનું નામ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા વ્યવસ્થા કાર્યાલય રાખવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચેપતરાયના અનુસાર આ કેમ્પ કાર્યાલય પર કાર્યાલય પ્રમુખની નિમણૂંક કરવામાં પણ આવી છે. સાથોસાથ તેના પત્ર વ્યવહારનું સરનામુ, ઇ-મેઇલ, વોટ્સઅપ અને હેલ્પ ડેસ્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યાલય સોમવારથી કામ કરવા લાગ્યું છે.
મંદિર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યાલયમાં દેશના ખૂણે ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચશે. તેમના રોકાવવા ખાવા-પીવા સહિત અન્ય બધી વ્યવસ્થાનું સંચાલન આ કાર્યાલયથી થશે. ડો. મિશ્રાના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ ફલોરના બધા નિર્માણ કાર્ય પૂરા થઇ ગયા છે. હવે માત્ર આરસની ફરશ અને લાઇટીંગનું કામ બાકી છે. જે ચાલી રહ્યું છે. આ કામો 15 ડિસેમ્બર પહેલા પૂરા કરી રાખવાના નિર્દેશ અપાયા છે.
5 નવેમ્બરથી દેશના પાંચ લાખ ગામોમાં હળદરથી પૂજાયેલા ચોખાના અક્ષતનું વિતરણ અભિયાન શરુ થશે. દેશના 50 કેન્દ્રોમાંથી પ્રતિનિધિ અયોધ્યા પહોંચીને પૂજિત અક્ષતના પેકેટ પોતાના કેન્દ્રમાં લઇ જશે. પાંચ લાખ ગામોના મંદિરો સુધી અક્ષતને પહોંચાડીને તેને રામલલાના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે. તેમને પોતાના ગામના મંદિરોમાં જ પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદોત્સવ ઉજવવાની અપીલ પણ કરવામાં આવશે.
પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મંદિરમાં ચડાવવાની રકમમાં વધારો થઇ રહ્યો છે. એકથી રકમ મહિને લગભગ 40 લાખ સુધી જમા થઇ રહી છે. જ્યારે દાનપાત્રમાં ચડાવો મહિનામાં લગભગ 50 લાખ રૂપિયાની નજીક પહોંચી રહ્યો છે. ઓનલાઇન સહયોગ રકમને જોડવામાં આવે તો માસિક આવક સવા કરોડથી વધુ રહેશે.