સંયુકત રાષ્ટે્ર જણાવ્યું હતું કે જલવાયું પરિવર્તન-ગ્લોબલ વોર્મીંગના કારણે નેપાળના પહાડોનો લગભગ એક તૃતિયાંશ બરફ પીગળી ગયો છે.આ બરફ લગભગ 30 વર્ષમાં ખતમ થયો છે. સંયુકત રાષ્ટ્ર મહાસચીવ એન્ટોનિયો ગુતારેસે સોમવારે માઉન્ટ એવરેસ્ટ પાસે સોલુખુંબુ વિસ્તારનાં પ્રવાસ બાદ એક રિપોર્ટનો હવાલો આપીને આ જાણકારી આપી હતી.
તેમણે વિડીયો સંદેશનાં માધ્યમથી જણાવ્યું હતું કે નેપાળનાં ગ્લેશીયર છેલ્લા દાયકામાં એના અગાઉના દાયકાના મુકાબલે 65 ટકા પીગળ્યા તેમણે કહ્યું હતું કે જીવાશ્મ ઈંધણ યુગનો અંત આવવો જોઈએ. જલવાયું વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષમાં ધરતીના તાપમાનમાં સરેરાશ 0.74 ડીગ્રી સેલ્સીયસનો વધારો થયો છે. પરંતુ હિમાલયનાં વિસ્તારોમાં વૈશ્ર્વીક સરેરાશથી વધુ ઝડપથી તાપમાન વધ્યું છે. જલવાયું પરિવર્તનના કારણે આ શતાબ્દીનાં અંત સુધી હિન્દુ કુશ હિમાલયનાં ગ્લેશીયરોનો વિસ્તાર 75 ટકા ઓછો થઈ શકે છે.