નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લાંચ માંગતા પોલીસ કોન્સેટબલ અને જીઆરડી લાંચ કેસમાં પકડાયા છે,જે પૈકી પોલીસ કોન્સેટેબલ ફરાર થઇ ગયો છે.જ્યારે જીઆરડી આરોપી પકડાઇ ગયો છે. એસીબીઇ ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.એસીબીએ ઝટકું ગોઠવીને પોલીસ કોન્સટેબલ અને એલઆરડીને ટ્રેપ માં પકડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીનીના નાના ભાઇને ઇંગ્લિશ દારૂ સાથે પકડાઇ ગયો હતો તેની સામે કેસ ન કરવા માટે એક લાખની માંગણી કરી હતી, આ કેસમાંથી નામ કાઢી નાંખવા માટે 50 હજારમાં ડીલ કોન્સેટબલ છનાભાઇ શાંતિલાલ વસાવાએ તેમના સાથી એલઆરડીને પૈસા આપવાનું કહ્યું હતું આ મામલે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી ,ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં જીઆરડી દોલતસિંહ પાંચીયાભાઇ વસાવા 50 હજાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા જયારે આરોપી હેડ કોન્સટેબલ ફરાર થઇ ગયા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.