ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક વિદ્યાર્થીને અપહરણ કરી લઇ જવા માટે પ્રયાસ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે બાળકોના અપહરણ કરતી ગેંગ આ વિસ્તારમાં સક્રિય થઇ હોવાની પણ શંકા ઉભી થઇ છે. કાળિયાબીડ વિસ્તારના ભાજપના નગરસેવક પરેશ પંડ્યાએ એસ.પી.ને રૂબરૂ મળી સમગ્ર વિગતોથી વાકેફ કર્યાં હતાં અને લેખિત રજૂઆત પણ કરી હતી.
શહેરના કાળિયાબીડ-સિદસર-અધેવાડા વોર્ડમાં મુખ્યત્વે કાળિયાબીડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ થવાના પ્રયાસો થયેલ છે. કોર્પોરેટર પરેશ પંડ્યાએ આ અંગે જણાવ્યું કે, ગત મંગળવારે સાંજના સુમારે કેસરીયા હનુમાનજી વિસ્તારમાં ટ્યુશનમાંથી છુટેલા એક વિદ્યાર્થીને †ીના વેશમાં રહેલા એક પુરૂષે પોતાની પાસે બોલાવી ચોકલેટ ખવડાવી હતી એટલામાં આ વિદ્યાર્થીને પોતાના વાલીએ અજાણ્યા વ્યÂક્ત પાસેથી કોઇ વસ્તુ નહીં લેવી તેવી આપેલી સલાહ યાદ આવી જતા તેમણે ચોકલેટ મોં માંથી થુકી નાખી હતી અને પોતે ત્યાંથી દોડીને જતો રહેલ. આ સમયે †ીના વેશમાં રહેલ હિન્દીભાષી શખ્સ તેને પકડવા દોડ્યો હતો. પરેશ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં પોતે વિગતો મેળવીને એસ.પી. હર્ષદ પટેલને મળીને સમગ્ર વિગતોથી વાકેફ કર્યાં છે. આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ દોઢેક મહિના પૂર્વે ભગવતી સર્કલ પાસેથી પણ વિદ્યાર્થીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ થયાનો કિસ્સો પોતાની જાણમાં આવ્યો છે.
આવા બનાવથી બાળકો અને વાલીઓમાં ફફડાટ…
ભાવનગર મહાપાલિકામાં વોટર વર્કસ કમિટીના ચેરમેન રહી ચુકેલા કોર્પોરેટર પરેશ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ કાળિયાબીડ-સિદસર-અધેવાડા વોર્ડમાં મુખ્યત્વે કાળિયાબીડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ થવાના પ્રયાસો થયેલ છે જેની જાણ મેળવતા અમોને જાણવા મળ્યું છે કે આ પ્રકારની એક અસામાજિક તત્વોની ગેંગ વિવિધ વિસ્તારોમાં ખુબ જ સક્રિય થઇ છે અને તેઓ દ્વારા કાળિયાબીડ વિસ્તારના વિવિધ સ્થળોએથી બાળકોનું અપહરણ કરવાનો કારસો ઘડી રહી છે. જેના કારણે કાળિયાબીડના રહિશોમાં ફફડાટ ફેલાયેલ હોય, આ વિસ્તારોમાં શાળાઓ ખુબ જ પ્રમાણમાં હોવાથી બાળકો, વિદ્યાર્થીઓની દિવસ દરમિયાન અવર જવર રહેતી હોય જેથી બાળકો વાલીઓમાં એક ગભરાહટ ફેલાયેલ હોવાથી આ બાબતને ગંભીરતાપૂર્વક લેવી અત્યંત આવશ્યક છે. સદરહું બાબતે વિસ્તારના લોકોની મૌખિક રજૂઆત અન્વયે સત્વરે આ ગેંગને પકડી પાડવા નગરસેવક તરીકે અમારી વિનંતી છે.
પોલીસ તપાસમાં કોઇ વિગતો સામે આવી નથી- પી.આઇ. પરમાર
નિલમબાગ પોલીસ મથકના પીઆઇ પરમારે આ સંદર્ભે જણાવ્યું હતું કે, બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થયાની રજૂઆત મળી છે અને પોલીસ આ મામલે સતર્ક બનીને કામ કરી રહી છે. હાલમાં પેટ્રોલીંગ પણ વધારી દેવાયું છે. તેમણે વાલીઓને પણ સચેત રહીને બાળકોને યોગ્ય સલાહ અને સમજણ આપવા અનુરોધ કર્યો હતો. સાથે અપહરણના પ્રયાસના કિસ્સામાં પોલીસ તપાસમાં કોઇ વિગત પ્રાથમિક તબક્કે સામે આવી નથી.