ભારત-કેનેડા વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓથી દૂર નથી થઈ રહ્યા. તાજેતરના વિવાદમાં તેમણે હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું છે. ટ્રુડોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ સંસદની નજીક નફરતના પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી. આ તરફ હવે સવાલ થઈ રહ્યો છે કે, શું કેનેડાના PM ટ્રુડોને હિટલરશાહીના પ્રતિક અને હિન્દુ ધર્મના સાથિયા વચ્ચે ભેદ નથી દેખાતો?






