ઈઝરાયેલ તથા હમાસ વચ્ચેનું યુદ્ધ વિસ્તરે અને હિઝબોલ્વાહ બાદ ઈરાન સમર્થીત વધુ આતંકી સંગઠનો ઈઝરાયેલ સામે મોરચો માંડે તે પુર્વે જ અમેરિકાએ ઈરાનને ચેતવણી આપતા ઈઝરાયેલ પર હુમલો થશે તો અમેરિકા ચૂપ બેસશે નહી તેવું જણાવવા ઉપરાંત ગાઈડેડ મિસાઈલ ધરાવતી અણુ સબમરીન મધ્યપુર્વમાં તૈનાત કરી છે.
હિઝબુલ્વાહ હવે ઈઝરાયેલ પર હુમલો કરે તેવી શકયતા છે અને ઈરાન તેને પીઠબળ પણ આપી શકે છે. તે પુર્વે જ અમેરિકાએ ગાઈડેડ મિસાઈલથી સજજ અણુ સબમરીન પશ્ચીમ એશિયામાં તૈનાત કરી છે જેની રેન્જમાં ઈરાન સહિતના દેશો આવી શકે છે. અમેરિકામાં પ્રથમ વખત આ પ્રકારે સતાવાર જાહેરાતથી અણુ સબમરીન તૈનાત કરી છે. 2011 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ ગાઈડેડ મિસાઈલ સબમરીન (યુએમએમ ફલોરીડા) યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી હોય અને અમેરિકાના આ પગલાને ગંભીર ગણવામાં આવે છે.




