કેન્દ્ર સરકારે નવેમ્બર મહિના માટે ટેક્સ કમાણીમાં રાજ્યોના હિસ્સાની રકમ સમય પહેલા જાહેર કરી છે. મોદી સરકારે નવેમ્બર 2023 માટે રાજ્યોને 72,961.21 કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્રના આ નિર્ણયને કારણે, રાજ્ય સરકારો તહેવારોને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓ અને કર્મચારીઓને સમયસર ચૂકવણી કરી શકશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિના માટે 28 રાજ્યોને કુલ 72,961.21 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 13088.51 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશને જારી કરવામાં આવ્યા છે. આ પછી બિહારનો વારો આવે છે. બિહારને તેના ટેક્સ હિસ્સામાંથી રૂ. 7338.44 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.
કયા રાજ્યને મળી કેટલી રકમ
ઉત્તર પ્રદેશને રૂ. 13088.51 કરોડ
બિહારને રૂ. 7338.44 કરોડ
મધ્યપ્રદેશને રૂ. 5727.44 કરોડ
પશ્ચિમ બંગાળને રૂ. 5488.88 કરોડ
રાજસ્થાનને રૂ. 4396.64 કરોડ
છત્તીસગઢને રૂ. 2485.79 કરોડ
મહારાષ્ટ્રને રૂ. 4608.96 કરોડ
કર્ણાટકને રૂ. 2660.88 કરોડ