દેશમાં ચુંટણીનો માહોલ છે અને રાજકીય પક્ષોએ મતો મેળવવા માટે એલપીજી સીલીન્ડરની સબસીડીને સૌથી મોટું હથિયાર બનાવ્યું છે અને કેન્દ્રની મોદી સરકારે પણ આડકતરી રીતે ઉજજવલા યોજના હેઠળના લાભાર્થીઓની 14.2 કિલોના ગેસ સિલીન્ડરની સબસીડી રૂા.200માંથી રૂા.300 કરી છે. આ તમામના કારણે દેશમાં એલપીજીનો વપરાશ ખૂબજ વધી ગયા છે.
સપ્ટેમ્બર માસમાં રોજના 11 લાખ સીલીન્ડર રીફીલ થયાનો રેકોર્ડ બન્યો છે જે એવરેજ 10.3 લાખ સીલીન્ડરનો છે અને હજુ આગામી માસ બાદ જે રાજયોમાં ચુંટણી વચન તરીકે રૂા.500માં એલપીજી સીલીન્ડર આપવાની જાહેરાત થઈ છે તે રાજયોમાં આ યોજના અમલી બનતા જ રાંધણગેસનો વપરાશ વધી જશે. યુપી જેવા રાજયમાં આ પ્રકારની સબસીડી (ચુંટણી વચન તરીકે) ઉપલબ્ધ નથી ત્યાં સરકારે દિવાળી-રક્ષાબંધન જેવા તહેવારો પર ગેસ સીલીન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે જેથી તેની પણ ડિમાન્ડ છે અને હજુ રૂા.500ની સબસીડી અમલી બનતા ડિમાન્ડ દોઢી થઈ જશે.