ભાવનગરના કરચલીયાપરા, પોપટનગર વિસ્તારમાંથી મોડી રાત્રીના ગંગાજળિયા પોલીસે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગંગાજળિયા પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રીના સમયે કરચલીયાપરા,પોપટનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શિવનગર તરફથી પોપટનગર તરફ જતી કાર ઉપર શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો હતો, દરમિયાન પોપટનગર, રામદેવપીરના મંદિર નજીક આવેલ હનુમાનના કુવા પાસે કાર ચાલક પોતાની કાર મૂકીને નાસી છૂટ્યો હતો.
ગંગાજળીયા પોલીસે વેગન આર કાર નં.જી.જે.૦૪ – બી.ઇ.૪૧૪૦ માં તપાસ કરતા કારની અંદર ચાર બોક્સમાં ઇંÂગ્લશ દારૂની ૪૮ બોટલ, કિં. રૂ. ૧૪,૪૦૦ મળી આવી હતી.
પોલીસે ઇંÂગ્લશ દારૂ અને કાર મળી કુલ રૂ. ૧,૬૪,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર મૂકી ફરાર થઈ ગયેલ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.