ઈઝરાયેલી સૈન્ય IDFએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કર્યો છે. તેમાં તેણે દાવો કર્યો છે કે આખી રાત હિઝબુલ્લાહના આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને જોરદાર હુમલા કરાયા હતા. ફૂટેજમાં દેખાય છે કે હવાઈ હુમલા બાદ કેવી રીતે હિઝબુલ્લાહના આતંકી ઠેકાણાના છોતરાં ઉડી જાય છે અને આગનો મોટો ગોળો જોવા મળે છે.
બીજી બાજુ ઈઝરાયેલી સૈન્યએ ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન હમાસના આતંકીઓ પર કેર વર્તાવ્યાનો દાવો કર્યો છે. ઈઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તેણે હમાસ સામેની લડત દરમિયાન 130 ટનલને નષ્ટ કરી નાખી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને બાજુથી લગભગ 12000 લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆત થયા બાદથી જ ઈઝરાયેલ એવો આરોપ મૂકે છે કે હિઝબુલ્લાહ દ્વારા હમાસ સંગઠનને સતત સાથ આપવામાં આવી રહ્યો છે. જેના પગલે તેની સામે પણ ઈઝરાયેલ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવાઈ હુમલામાં તેણે લેબેનોનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો.