અમદાવાદ શહેરમાં જીએસ મલિક પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ બેડામાં બદલીઓ કરીને મોટા ફેરફાર કર્યા છે. ત્યારે આજે એકસાથે 1100થી વધુ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ખાસ કરીને 7 વર્ષથી વધુ એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બદલીનો બીજો તબક્કો આગામી સમયમાં આવશે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમાં 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગ દ્વારા દિવાળી ટાણે બઢતી કરતા ASIની દિવાળી સુધારી ગઈ છે.