આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. મૃત્યુના દેવતા યમની પણ ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અવસર પર દેશવાસીઓ માટે ખુશીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ધનતેરસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ ધનતેરસની શુભકામના પાઠવી હતી.તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના તહેવાર ‘ધનતેરસ’ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.’ આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ધનતેરસના પવિત્ર તહેવાર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, ‘હું ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું છું કે તમને અને તમારા સમગ્ર પરિવારને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વની શુભેચ્છાઓ પાઠવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ધનતેરસના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે રાજ્યના નાગરીકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને વૈભવની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી હતી.