અમદાવાદ શહેરમાં દિલ્હીના યુવક સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા તોડકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીથી મિત્રો સાથે કાર લઈને ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ આવેલા શખ્સ પાસેથી અમદાવાદ શહેર ટ્રાફિક G ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા તોડબાજોએ રૂ.20,000 પડાવ્યાં હતા. તોડની આ રકમ શખ્સ પાસેથી UPI મારફતે ત્રાહિત વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.
આ સમગ્ર તોડકાંડનો અહેવાલ પ્રસારિત કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ અમદાવાદ પોલીસે પોતાની આબરૂ સાચવવા દિલ્હીના આ શખ્સનો સંપર્ક કરી તેની પાસેથી પડાવેલા રૂ.20,000 પરત કરાવ્યાં છે અને તોડકાંડની તપાસ શરૂ કરી છે. ટ્રાફિક ‘ક’ ડિવિઝનના ACPને તપાસ સોંપવામાં આવી છે.