સિહોરમાં રહેતા યુવકે તેના મોટા બહેન અને માતા-પિતાની અવાર-નવાર હેરાનગતિ અને ધમકીથી ત્રાસી જઈ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ભાવનગર હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સિહોરના રેલવે સ્ટેશન પાછળ આવેલ ખોડિયાર પોલ્ટ્રીની પાછળ આવેલ ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં. વ.૪૨ ) તેમના ઘરે હતા તે દરમિયાન તેમના મોટા બહેન હંસાબહેને આવીને તું કેમ તારા ઘરે જમાઈઓને સુવાની ના કહે છો તેમ કહી ઝઘડો કરી ગાળો આપી ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
આ બનાવ બાદ હંસાબહેન અને તેમના માતા-પિતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા હોવાનું જાણવા મળેલ તેમજ રાજુભાઈના માતા-પિતા પણ અવાર-નવાર માર મારવાની અને મારી નાખવાની ધમકી આપતા હોવાથી રાજુભાઈને લાગી આવતા તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ભાવનગર હોÂસ્પટલ ખસેડવામાં આવેલ છે.