સુરતમાં આજે સવારે શહેરમાં 2.6 તીવ્રતાના ભૂંકપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં આજે 8 વાગ્યા ભૂંકપના આંચકો આવ્યો. ભૂકંપના આંચકા સુરત ઉપરાંત કચ્છમાં પણ જોવા મળ્યા. કચ્છ જિલ્લાના ભચાઉમાં ગઈકાલે રાત્રે 8.54ના સમયે ધરતીકંપની આંચકો આવ્યો હોવાનું નોંધાયુ છે.
સુરતમાં ભૂંકપના આંચકાનું રિક્ટલ સ્કેલ કેન્દ્રબિંદુથી 20 કિમી દૂર હતું. જ્યારે કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉમાં જ હોવાનું જાણવા મળ્યું. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. સુરત અને ભચાઉમાં ધરતીકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન થયું હોવાનું માહિતી સામે આવી નથી.
ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં પણ સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ફેબ્રુઆરી મહિના દરમ્યાન સુરત ઉપરાંત સાવરકુંડલા, અમરેલી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા જોવા મળ્યા હતા.