સુપ્રીમ કોર્ટે 27 વર્ષ બાદ મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા એક શખ્સને સગીર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઘટના વખતે આરોપી સગીર હતો આ પરીસ્થિતિમાં તેને મર્ડરના કેસમાં અપાયેલી ઉમર કેદની સજા ફગાવી દેવામાં આવે છે. શખ્સ લગભગ સાડા ચાર વર્ષ જેલમાં બતાવી ચૂકયો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં અલગ અલગ રિપોર્ટમાં અલગ અલગ ઉંમર બતાવાઈ છે. મેડિકલ રિપોર્ટમાં કહેવાયું છે કે ઘટના સમયે આરોપીની વય 19 વર્ષની હતી. જયારે સ્કુલના રજીસ્ટરમાં 16 વર્ષ અને પંચાયતના રજીસ્ટરમાં વય 20 વર્ષ છે તો મેડીકલ રિપોર્ટમાં બતાવાયેલ ઉમર 19 વર્ષ માની લેવામાં આવે તો પણ આ આકલન સ્પષ્ટ નથી. આવામાં આરોપીને એક વર્ષનો બેનીફીટ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 1995માં બારાબંકીમાં આરોપીએ એક શખ્સ પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયું હતું.