Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂા.2000થી વધુના UPI ના વ્યવહારમાં ડીલે સીસ્ટમ આવશે

વધતા ડીજીટલ ફ્રોડ સામે ખાસ આયોજન : ચાર કલાક સુધી આ રકમથી વધુના વ્યવહારો થઈ શકશે નહી: પ્રથમ 24 કલાકમાં રૂા.5000ની મર્યાદા યથાવત

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 12:32:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં વધતા ડીજીટલ વ્યવહારો તથા બેન્કીંગ સહિતની નાણાકીય સેવાઓ તથા ઈ-કોમર્સ સહિતના સોશ્યલ પ્લેટફોર્મમાં પણ ડીજીટલ વ્યવહારો વધતા તેમાં વધી રહેલા ફ્રોડ ડામવા નાણામંત્રાલયના નેજા હેઠળ ડીજીટલ વ્યવહારો સાથે જોડાયેલા વિભાગો તથા આ પ્રકારની સેવા આપતા ખાનગી ક્ષેત્રના એપ્લીકેશનની એક બેઠકમાં આ પ્રકારના ફ્રોડને ડામવા તથા સાયબર સિકયોરીટી વધારવા પગલા લેવાનો નિર્ણય કરાયો હતો.
ફાયનાન્સીયલ સર્વિસ સેક્રેટરી વિવેક જોષીના અધ્યક્ષસ્થાને થયેલી આ બેઠકમાં નાણા, મહેસુલ, આઈટી સહિતના સરકારી વિભાગોના સેક્રેટરી ઉપરાંત ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડીયા (ટ્રાઈ)ના ચેરપર્સન આધાર સેવાનું સંચાલન કરતા યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના વડા તરફથી બેન્કોના પ્રતિનિધિએ અને ગુગલ સહિતની યુપીઆઈ સેવા આપતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. આ બેઠકમાં હવે યુપીઆઈ ટ્રાન્સફરમાં પણ પ્રથમ વખતના વ્યવહારમાં 4 કલાકનો વિલંબનો સમય લાગું કરવા નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં નિશ્ચિત થયા મુજબ બે વ્યક્તિઓ વચ્ચેના પ્રથમ વખતના યુપીઆઈ ટ્રાન્સફર જે રૂા.2000થી વધુની હશે તેમાં ચાર કલાકના ડીલે -ગેપ રાખવા નિર્ણય લેવાયો હતો. આ પ્રકારના ડીલે- ટ્રાન્ઝેકશન ઈમીજીએટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ) રીયલ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને યુનીફાઈડ પેમેન્ટ સીસ્ટમને પણ (યુપીઆઈ) લાગુ થશે. હાલ કેટલીક બેન્કો આરટીજીએમ સહિતની સેવામાં પ્રથમ વખતના ખાતેદારને ડીલે પેમેન્ટ સીસ્ટમ લાગુ છે.
હાલ યુપીઆઈ સેવામાં જયારે યુઝર્સ નવું ખાતુ ખોલાવે તો પ્રથમ 24 કલાકમાં તે રૂા.5000 સુધીના જ પેમેન્ટ કરી શકે છે તો નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)માં તેમાં પ્રથમ 24 કલાકમાં વધુમાં વધુ રૂા.50000 ટ્રાન્સફર કરી શકાય છે. આ રીતે યુપીઆઈમાં જેમની સાથે અગાઉ કદી વ્યવહાર થયા નથી તેને રૂા.2000થી વધુના પેમેન્ટમાં દરેક સમયે 24 કલાકની મર્યાદા લાગુ થશે.

KYCમાં પણ કડકાઈ: ઉપાડ મર્યાદીત થશે

નો-યોર-કસ્ટમર્સમાં બેન્કો જે રીતે ગ્રાહકના આધાર-પાન-ફોટા વિ. માટેની અપડેટ કરે છે તેમાં જે ખાતા કેવાયસી વગરના અથવા અપડેટ થયા નથી. તેઓને જયાં સુધી કેવાયસી પ્રક્રિયા પુરી થાય નહી ત્યાંથી એક વખત વધુમાં વધુ રૂા.2000 સુધીની ઉપાડની જ છૂટ અપાશે. બાદમાં કોઈ ઉપાડ થઈ શકશે નહી.

Tags: indiaUPI payment delay system
Previous Post

તેલુગુ લોકો આખા ભારત પર રાજ કરશે

Next Post

મધ્યપ્રદેશમાં પોસ્ટલ બેલેટની હેરાફેરી : વિડીયો વાઇરલ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
મધ્યપ્રદેશમાં પોસ્ટલ બેલેટની હેરાફેરી : વિડીયો વાઇરલ

મધ્યપ્રદેશમાં પોસ્ટલ બેલેટની હેરાફેરી : વિડીયો વાઇરલ

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.