અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા ઈનપુટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા તેનો સામનો કરવા માટે એક હાઈ-લેવલ તપાસ કમિટીનું ગઠન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે તેની જાણકારી આપી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-અમેરિકા સુરક્ષાના મુદ્દે સાથે આવ્યા છે. ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચા દરમિયાન અમેરિકી અધિકારીઓએ સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો, આતંકવાદીઓ અને અન્ય લોકો વચ્ચે સાંઠગાંઠ સાથે સબંધિત કેટલાક ઈનપુટ શેર કર્યા છે. આ ઈનપુટ બંને દેશો માટે ચિંતાનું કારણ છે અને બંને દેશોએ આ અંગે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.