ટાટા ટેકના શેરોએ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. બન્ને સુચકાંકો પર શેરની લિસ્ટિંગ ઈશ્યુ પ્રાઈસના મુકાબલે ડબલ કરતા વધારે કિંમત પર થયું છે. ટાટા ટેકના શેર આજે એટલે કે 30 નવેમ્બરે માર્કેટમાં લિસ્ટ થઈ ગયા છે. શેરોનું લિસ્ટિંગ બન્ને પ્રમુખ સુચકાંકો પર થયું છે. એનએસઈ અને બીએસઈ બન્ને પર જ ટાટા ટેક 140 ટકા પ્રીમિયરની સાથે 1200 રૂપિયા પર લિસ્ટ થયો છે. જેને પણ ટાટા ટેકના શેર અલોટ થયા હશે તેમને આજે દરેક શેર પર લગભગ ડબલથી વધારે નફો થયો છે. શરૂઆતી વ્યાપારમાં શેર 1400 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તેનો મતલબ છે કે આ શેર પર લગભગ ત્રણ ગણો નફો રોકાણકારોને મળી રહ્યો હતો.
ટાટા ટેકના શેરની જબરદસ્ત લિસ્ટિંગનું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી રહ્યું હતું. જે પ્રકારે ગ્રે માર્કેટમાં ટાટા ટેકને રિસ્પોન્સ મળી રહ્યો હતો તેના ઉપરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે શેર ધમાકેદાર ઓપનિંગ કરશે.