ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાનું બુધવારે સવારે અવસાન થયું. વડાપ્રધાન મોદીએ ટ્વિટર મારફત સુનિલભાઈ ઓઝાના નિધન પરત્વે દુઃખ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈની ધારાસભા અને સાંસદની ચૂંટણીમા જીત માટે સુનિલભાઈનો વ્યૂહ હમેંશા મહત્વપૂર્ણ બની રહેતો. આથી જ તેઓ વડાપ્રધાન મોદીના અંગત અને વિશ્વાસુ બહુ ઓછાં પૈકીના એક હતા. વડાપ્રધાન મોદીએ સુનિલભાઈના અવસાનના સમાચારથી આઘાત અનુભવ્યો હતો.
વડાપ્રધાન મોદીની ટ્વિટ અક્ષરસઃ ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…