ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. સેશન્સ કોર્ટ બાદ હવે હાઇકોર્ટે પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર કરતા આગામી સમયમાં ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે.
AAP MLA ચૈતર વસાવાએ આગોતરા જમીન અરજી કરતા કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને ક્યાંય જવાના નથી, માટે જમીન આપવામાં આવે. સરકારના વકીલે દલીલ કરી હતી કે ક્યાં અધિકારથી ચૈતર વસાવાએ વનકર્મીઓને બોલાવ્યાં હતા? આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો કેસ છે અને ગંભીર કેસ છે જે માટે અરજી નામંજૂર કરવામાં આવે. કોર્ટે સરકારના વકીલની આ દલીલ માન્ય રાખી ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.
જમીન સંબંધિત કેસમાં વનકર્મીઓને માર મારવા અને જાહેરમાં ગોળીબારના કેસમાં ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. ઘટના બાદ કેસ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર છે.