મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ત્રણ રાજ્યમાં ભાજપે જીત મેળવી છે જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસ અને એક રાજ્યમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ZPM)નો વિજય થયો છે. કોંગ્રેસે તેલંગાણા માટે રેવંત રેડ્ડીનું મુખ્યમંત્રી તરીકે નામ નક્કી કરી દીધુ છે. જ્યારે મિઝોરમમાં ZPMના લાલદુહોમા રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.
હવે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની તસવીર સ્પષ્ટ થઇ નથી. આ ત્રણ રાજ્યમાં ભાજપે જીત મેળવી છે. ભાજપે આ ચૂંટણીમાં ક્યાય પણ મુખ્યમંત્રી ફેસની જાહેરાત કરી નહતી અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.