2022માં દેશમાં 1,70,924 લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે 2021 માં 1,64,033 આત્મહત્યા થઈ હતી. આમાં સૌથી વધુ કમનસીબ ઘટનાઓ મહારાષ્ટ્રમાં 13.3 ટકા, તમિલનાડુમાં 11.6 ટકા, મધ્ય પ્રદેશમાં 9, કર્ણાટકમાં 8 અને પશ્ચિમ બંગાળમાં 7.4 ટકા નોંધાઈ છે. આંકડાઓના દૃષ્ટિકોણથી ગણતરી કરવામાં આવે તો 2022માં દેશમાં દર કલાકે 19 લોકો આત્મહત્યા કરી તેમ કહી શકાય. ખેતી ક્ષેત્રે દર કલાકે એક કરતાં વધુ ખેડૂત અને કૃષિ કામદારો આત્મહત્યા કરે છે.
તાજેતરના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા 2022, 2021 માં 10,881 ખેડૂતો અને કૃષિ કામદારોની સરખામણીમાં 2022 માં 11,290 લોકોએ આત્મહત્યા કરી હતી. કૃષિ ક્ષેત્રમાં મહારાષ્ટ્રમાં 4,248 આત્મહત્યાના કેસો, કર્ણાટકમાં 2,392, આંધ્રમાં 917 આત્મહત્યાના કેસ નોંધાયા હતા. 2022માં આત્મહત્યા કરનારા 5,207 ખેડૂતોમાંથી 4,999 પુરુષો હતા, જ્યારે 208 મહિલાઓ હતી. તે જ સમયે, આત્મહત્યા કરનારા 6,083 કૃષિ કામદારોમાં 5,472 પુરૂષો અને 611 મહિલાઓ હતા. રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ચંદીગઢ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ આત્મહત્યા નોંધાઈ નથી.
સમગ્ર દેશમાં 18.4 ટકા આત્મહત્યાનું કારણ ગંભીર બીમારીઓ હતી. રોગના કારણે આત્મહત્યાનો દર 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે હતો. આંદામાન અને નિકોબાર ટાપુઓ, પંજાબ, તમિલનાડુ, સિક્કિમ અને ગોવામાં રોગના કારણે આત્મહત્યાનો દર સૌથી વધુ હતો. વ્યવસાયિક ક્ષેત્રમાં, 2022 દરમિયાન આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા 26.4% પર દૈનિક વેતન મજૂરોની હતી. આ જ સમયગાળા દરમિયાન, 14.8% ગૃહિણીઓએ પણ આત્મહત્યા કરી હતી, જ્યારે 2021માં તેમની સંખ્યા અનુક્રમે 25.6 અને 14.1 ટકા હતી.