Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને ઇલાજ માટે કેશલેસ સુવિધા

ટૂંક સમયમાં સરકારઆપશે માર્ગ અકસ્માતના કેસોમાં કેશલેસ સારવારની વ્યવસ્થા

dharmendravaghela by dharmendravaghela
2023-12-05 13:44:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટના વધી છે. મોટાભાગના લોકો રોડ અકસ્માતમાં સારવારમાં વિલંબના કારણે મૃત્યુ પામતા હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા સરકાર ગંભીર ઇજા પામતા ઘાયલ દર્દીઓને સુરક્ષા પાડવા જઈ રહી છે. જેથી ઘાયલોને વહેલી તકે મફત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. દેશમાં માર્ગ અકસ્માતને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ માહિતી મુજબ ગત વર્ષે 4.46 લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 4.23 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.71 લાખ લોકોના મોત થયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ઘાયલ દર્દીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના કેસોમાં મફત સારવાર કેશલેસની વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ માટે મોટર વ્હીકલ એક્ટમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મોટર વ્હીકલ એકટ, 2019ની કલમ 162 (1) હેઠળ ‘ગોલ્ડન અવર’માં અકસ્માતના ઇજાગ્રસ્તને કેશલેસ સારવાર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ‘ગોલ્ડન અવર’ એટલે કે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામ્યા બાદના પ્રથમ કલાકમાં દર્દીને તાત્કાલિક સંભાળ માટે આ સમય દરમ્યાન મફત સારવાર (cashless facility) આપવામાં આવે જેથી દર્દી મોટા જોખમથી બચી શકે. અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં જ દર્દીને ડોક્ટરી સારવાર મળી જાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય. જો કે સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં બદલાવ કરી ઇજાગ્રસ્તોને વધુ સુરક્ષા પ્રદાન કરવા જઈ રહી છે.
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુદર ઘટાડવા અને ઘાયલોને વહેલી તકે તબીબી સારવાર મળે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી ઘાયલોને સારવાર માટે ટૂંક સમયમાં કેશલેશ સુવિધાની શરૂઆત કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. જેના બાદ આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં કેશલેશ સુવિધા લાગુ કરવામાં આવશે.
મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. આ સુવિધાનો કેટલાક રાજ્યોમાં અમલ થતો હતો જો કે હવે સમગ્ર દેશમાં આ નિયમનું પાલન કરવા અંગેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.

Tags: cashless sarvar for accident caseindia
Previous Post

હરિયાણા-રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઇના 13 સ્થળો પર દરોડા

Next Post

ખાલિસ્તાની આતંકવાદી લખબીર રોડેનું પાકિસ્તાનમાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ
તાજા સમાચાર

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ

January 16, 2026
રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
આંતરરાષ્ટ્રીય

રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ

January 16, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

કચ્છના રાપરમાં વહેલી સવારે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

January 16, 2026
Next Post
ખાલિસ્તાની આતંકવાદી લખબીર રોડેનું પાકિસ્તાનમાં મોત

ખાલિસ્તાની આતંકવાદી લખબીર રોડેનું પાકિસ્તાનમાં મોત

નવો રેકોર્ડ : સેન્સેક્સ 69,306ના સ્તરને સ્પર્શ્યો

નવો રેકોર્ડ : સેન્સેક્સ 69,306ના સ્તરને સ્પર્શ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.