રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગોગામેડીને મંગળવારે જયપુરમાં તેમના ઘરમાં ત્રણ બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી.
જયપુર, જોધપુર, અલવર સહિત અનેક જગ્યાએથી પ્રદર્શનના સમાચાર આવ્યા છે. જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. હત્યામાં સામેલ બે શૂટરોની ઓળખ થઈ ગઈ છે. એક રાજસ્થાનના મકરાણાના જ્યુસરીના રોહિત રાઠોડ અને બીજા હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફૌજી. જયપુર પોલીસ બંનેની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી છે.





