ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો અને રોકાણ વગેરેના દસ્તાવેજોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી.
ઝારખંડ અને ઓડિશામાં આવકવેરા વિભાગે બુધવારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂનું ઉત્પાદન અને વિતરણ કરતી અગ્રણી કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝની બાલાંગિર ઓફિસમાંથી ૧૫૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી તેમ જ અન્ય એક વેપારી પાસેથી વિભાગે ૧૧૦ કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે.
આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગે કુલ ૩૬૦ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. રોકડ એટલી વધુ છે કે નોટો ગણવાના મશીનો કામ કરતા બંધ થઇ ગયા હતા.