મહાદેવ ગેમિંગ એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. અને EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.
મહાદેવ બુક એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈથી ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.