છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ સુરાના ગ્રુપની 500 કરોડની બેનમી આવક, સંપત્તિ અને વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે કંસલ ગ્રુપના 200 કરોડના બેનામી વ્યવહારો, સંપત્તિ આવક મળ્યી આવ્યો છે. મળી આવેલા દસ્તાવેજોનું વેરિફિકેશન કર્યા બાદ કર ચોરીની સાચી રકમ બહાર આવશે. સુરાના ગ્રુપ જમીન લે વેચ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલું છે. જ્યારે કંસલ ગ્રુપ યાર્નના વ્યવસાય ઉપરાંત જમીનના ધંધા સાથે પણે સંકળાયેલું છે.