ભારતીય શેરબજારમાં વિસ્ફોટક શરૂઆત થઈ. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ગઈકાલે યુએસ માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે અને તે ધમાકા સાથે ખુલ્યા છે.
સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 561.49 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 70,146 પર ખુલ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 184.05 પોઈન્ટ અથવા 0.88 ટકાના પ્રભાવશાળી વધારા સાથે 21,110.40 પર ખુલ્યો હતો. બજાર ખૂલ્યા પછી બેન્ક નિફ્ટી 47,718ના સ્તરે પહોંચી ગયો હતો, જે 626.30 પોઈન્ટ અથવા 1.33 ટકાની નવી ઊંચી સપાટી છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાંથી બંધન બેન્ક ટોપ ગેનર લિસ્ટમાં ટોપ પર છે.