ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. આ સમયે ત્યાં AAPના નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. તેવામાં આજે ચૈતર વસાવાએ પોલીસ સામે સરન્ડર કર્યું છે.