ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સદવિચાર હોસ્પિટલ પાસેથી સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને નીલમબાગ પોલીસે પીછો કરી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નીલમબાગ પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રીના સમયે કાળીયાબીડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિરાણી સર્કલ પાસેથી એક્સેસ સ્કૂટર પર પસાર થઈ રહેલા શખ્સને અટકાવવાનો પ્રયાસ કરતા તેણે પોતાનું સ્કૂટર ઊભું નહીં રાખતા પોલીસે તેનો પીછો કરી સદવિચાર હોસ્પિટલ પાસેથી તેને ઝડપી લીધો હતો.
નીલમબાગ પોલીસે તપાસ કરતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની ૦૩ બોટલ,કિં. રૂ.૭૯૮ મળી આવી હતી.
નીલમબાગ પોલીસે ઇંગ્લિશ દારૂ, એક મોબાઈલ ફોન તેમજ સ્કૂટર મળી કુલ રૂ. ૩૫,૯૯૮ ના મુદ્દામાલ સાથે રાહુલ ગોપાલભાઈ ચૌહાણ ( રહે. ઘોઘા જકાતનાકા, રામદેવપીર વાળો ખાંચો, મફતનગર ) ને ઝડપી લઇ તેની વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.