અમેરિકા જવા ઈચ્છતા લોકોને ગેરકાયદે એમેરિકા મોકલવા માટે બનાવટી પાસપોર્ટ દ્વ્રારા વિવિધ દેશોના વિઝા મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતા શખ્સની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ રોકડ રકમ, આધારકાર્ડ અને બેન્કની પાંચ ડિપોઝીટ સ્લિપ વગેરે મળીને કુલ રૂપિયા 32 હજારનો મુદ્દ્માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ કેસમાં ફરાર આરોપી કેતન ઉર્ફે કેયુર ઉર્ફે કે.પી. ઉર્ફે મનીષ બાબુલાલ પટેલની ધરપકડ કરી હતી. મુંબઈના ગ્રાન્ટ રોડ નજીક રહેતો કેતન છેલ્લા એક વર્ષથી ફરાર હતો. તેની વિરૃધ્ધ સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ પણ ઈશ્યુ થયું હતું. કેતન તેની ભાણીના લગ્નપ્રસંગે વીસનગરના કાંસા ગામ આવ્યો હોવાની માહિતીને આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
કેતન અને તેના સાગરીતો અમેરિતા જવા ઈચ્છુક સોકોનો સંપર્ક કરતા હતા. બાદમાં તેમને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે તેમના બનાવટી પાસપોર્ટ દ્વારા વિવિધ દેશોના વિઝા મેળવવા ખોટા દસ્તાવેજો તૈયાર કરતા હતા. બાદમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી કરતી હતી.
આ ગુનામાં કેતન ઉપરાંત અન્ય પાંચ આરોપીઓની અગાફ ધરપકડ થઈ હતી. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. હાલમાં આ તમામ આરોપી જ્યુડિશીયલ કસ્ટડીમાં છે.