Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

7 લાખ ગુજરાતીઓ છે ‘દવા’ના બંધાણી : દેશમાં પાંચમાં ક્રમે

તનાવ ઘટાડવા- કોઈ ઉંઘ માટે તો કોઈ ડિપ્રેશનથી બચવા દવા લે છે જે બાદમાં બંધાણી બનાવી દે છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-15 12:13:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના લોકો શરાબનો નશો તો પોલીસની ચિંતા વચ્ચે કરે છે પણ બીજી તરફ રાજય ‘સેડટીવ્ઝ’ એટલે કે બંધાણ બની જાય તેવી દવાના ઉપયોગમાં દેશમાં પાંચમા ક્રમે છે. ગઈકાલે લોકસભામાં આ અંગેના આંકડા જાહેર કરાયા હતા. જેમાં ‘સેડટીવ્ઝ’ દવાના વિભાગમાં ઉતરપ્રદેશ પ્રથમ અને મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશનો ક્રમ છે જયારે પાંચમા ક્રમે ગુજરાત આવે છે.
આ ડેટા હાલમાં જ આ પ્રકારની બંધાણ કરી શકે તેવી દવાઓના ઉપયોગ અંગે જે રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો હતો તેને કેન્દ્રના સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે વિશ્લેષણ કરીને રજુ કર્યા હતા. દેશમાં દર 1 લાખમાં બે વ્યક્તિ આ પ્રકારના દવાના બંધાણી બની ગયા છે. આ દવાઓ પ્રારંભમાં તબીબો પણ પિડાઓની મુક્તિ આપવા કે માનસિક સ્થિતિને બેલેન્સ કરવા અનિંદ્રાની બીમારીથી પિડાતાને ઉંઘ માટે પ્રિસ્ક્રાઈબ કરે છે પણ તેની જરૂરિયાત પુરી થયા બાદ તે એક બંધાણ જેવું બની જાય છે. ગુજરાતમાં 7.9 લાખ લોકો અફીણ અને 4.8 લોકો ભંગના બંધાણી છે. જયારે કોકેઈન વિ. જે માદક દ્રવ્યોની વ્યાખ્યામાં આવે છે તેના સતાવાર નોંધાયેલા 1000 વ્યસનીઓ છે.
રાજયમાં ડીએડીકશન સેન્ટર એટલે કે આ પ્રકારના બંધાણ છોડાવવા માટેના કેન્દ્રના ડિરેકટર ડો. રાજેન્દ્ર આનંદ કહે છે કે આ નંબર તો ફકત એક અંદાજ છે. વાસ્તવમાં આ પ્રકારના બંધાણીઓની સંખ્યા અનેકગણી વધુ છે. મોટાભાગના લોકો તેના આ બંધાણને સ્વીકારી લે છે અને સારવાર માટે આવતો નથી. ખાસ કરીને કોવિડ કાળે વ્યક્તિગત સમસ્યાઓ વધારી છે. એક વિશાળ વર્ગની ઉંઘની પેટર્ન પણ ડિસ્ટર્બ થઈ છે. તેઓ પછી કોઈ મેડીકલ પ્રિસ્ક્રીપ્શન વગર કે એક સમયથી જરૂરિયાત મુજબ ડોકટરે જે દવા લખી દીધી હોય તેને પછી જરૂર નહી હોવા છતાં સતત લે છે જે તેને બંધાણી બનાવી દે છે.
વાસ્તવમાં માનસિક આરામ, શાંતિ અને ઉંઘ આપતી આ દવાઓ આ એક બંધાણ પડે તેવી હોય છે અને લોકો પછી તેની જરૂર ના હોય તો પણ તે લેતા જ રહે છે. રાજયમાં ડિપ્રેશનની દવાના પ્રિસ્ક્રીપ્શનમાં 12%નો વધારો થયો છે. તનાવ અને ઉંઘની સમસ્યાની દવાના પ્રિસ્ક્રીપ્શન વધવા લાગ્યા છે.
એન્ટીડિપ્રેશન કે મૂડ-સ્ટેબિલીટી દવાનું વલણ આ દવાઓમાં 21% જોવા મળ્યું છે. લોકો આ ઉપરાંત zolpidem, alprazolam તથા clonazepam જેથી દવાઓને સહારે થવા લાગ્યા છે. અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પીટલના ડો.વિજય ચૌહાણ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષથી સેડકટીવ દવાઓના ઉપયોગ અને બંધાણનું પ્રમાણ વધવા લાગ્યુું છે.
તબીબ એક નિશ્ચિત સમય સુધીના ડોઝ લખી આપે છે અને તે બાદ પણ દર્દી જાતે જ જૂના પ્રિસ્ક્રીપ્શન પર કે પછી ઓવર ધ કાઉન્ટર કોઈ તબીબી પ્રિસ્ક્રીપ્શન વગર દવા વેચતા સોર્સમાંથી આ દવાઓ ખરીદે છે અને કયારેક તંબાકુ કે આલ્કોહોલનું બંધાણ છોડાવવાના નવા બંધાણમાં સપડાય છે. ઉંઘની પેટર્ન બદલવામાં મોબાઈલ પણ જવાબદાર છે અને તેથી જ બેડ ટાઈમ પુર્વેના 30 મીનીટ તમો મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

Tags: 7 lakh medicine addictiongujarat
Previous Post

અમદાવાદના યુવકે લંડન જઇ યુવતી સાથે લફરું કર્યું, પત્નીને લઇ જઇ વિચિત્ર સ્થિતિમાં મૂકી પતિ : પત્ની ઔર વોનો કિસ્સો

Next Post

છેલ્લા 3 વર્ષમાં સાઈબર ફ્રોડના એક પણ કેસમાં આરોપી દોષિત સાબીત ન થયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
છેલ્લા 3 વર્ષમાં સાઈબર ફ્રોડના એક પણ કેસમાં આરોપી દોષિત સાબીત ન થયા

છેલ્લા 3 વર્ષમાં સાઈબર ફ્રોડના એક પણ કેસમાં આરોપી દોષિત સાબીત ન થયા

મહિલા ન્યાયાધીશે ઈચ્છામૃત્યુની કરી માગ

મહિલા ન્યાયાધીશે ઈચ્છામૃત્યુની કરી માગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.