બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. બંનેએ સૂત્રોચ્ચાર કર્યા અને ધુમાડાના કેન ફેંક્યા હતા. જેને લઇ ચારે બાજુ પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. સંસદની સુરક્ષામાં ગેરરીતિના મામલે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
આ ઘટના અંગે દિલ્હી પોલીસે નોંધેલી FIRમાં ઘણા ખુલાસા થયા છે. જેમ કે, કેવી રીતે પગરખાંની અંદર કેન છુપાવવા માટે જગ્યા બનાવવામાં આવી હતી અને તેના માટે રબરનો એક સ્તર પણ જોડવામાં આવ્યો હતો. પોલીસે એફઆઈઆરમાં જણાવ્યું છે કે સ્મોક કેનનો ઉપયોગ કરતી વખતે ચશ્મા અને મોજા પહેરવા જરૂરી છે. તે ચેતવણી પણ આપે છે કે તેનો ઉપયોગ ક્યારેય ઘરની અંદર અથવા બંધ જગ્યાએ કરી શકાશે નહીં. આ કેન ચીનમાં બનેલા છે અને તેને માત્ર ખુલ્લા વિસ્તારોમાં જ ઉપયોગ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બંને પાસેથી કેટલાક પેમ્ફલેટ્સ પણ મળી આવ્યા છે જેમાં અંગ્રેજીમાં ‘જય હિંદ’ લખેલું છે. તેમની પાસેથી ત્રિરંગાની તસવીર પણ મળી આવી હતી. તેમજ આંશિક રીતે ફાટેલી અને ક્ષતિગ્રસ્ત પત્રિકા પર મણિપુર મુદ્દાને લગતા સૂત્રો અંગ્રેજીમાં લખેલા છે. આ બધું પ્લાસ્ટિકના બે અલગ-અલગ કવરમાં રાખવામાં આવ્યું હતું જે જપ્ત કરવામાં આવ્યું છે.