સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધન કરતાં કહ્યું કે, સુરત એટલે હુરત, ગુજરાતમાં ભાષણની શરૂઆત કરતાં મોદીએ કહ્યું કે, ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં રત અને ભવિષ્યમાં દુરંદેશિતા એટલે સુરત. કામમાં લોચો ન મારે અને ખાવામાં છોડે નહીં. સાથે જ હીરા ઉદ્યોગના આ ડાયમંડ બુર્સને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ હીરો ગણાવીને ભરપેટ વખાણ કર્યા હતાં.
વડાપ્રધાને સુરતીઓના સામર્થ્યને બેજોડ ગણાવ્યું હતું. સુરતની યાત્રા ઉતાર ચડાવ ભરી રહી. વૈભવ જોઈને અંગ્રેજો પણ આવ્યાં હતાં. દુનિયાના સૌથી મોટા જહાજ બનતા હતાં. બહુ સંકટ આ શહેર પર આવ્યા પરંતુ સુરતીઓ સાથે મળીને સૌ સાથે સામનો કર્યો હતો. 84 દેશના વાવટા ફરકતાં હતાં. પરંતુ હવે 125 દેશોના ઝંડા અહિં ફરકશે.
સુરતે ગુજરાત અને દેશને ઘણું આપ્યું છે. પરંતુ સુરત પાસે હજુ ઘણું સામર્થ્ય છે. આ તો શરૂઆત છે. હજુ ઘણું આગળ વધવાનું છે. સૌના સાથના કારણે આ શક્ય બન્યું છે. આ મિશનની સફળતા પાછળ નમ્રતા રહેલી છે. સૌને સાથે લઈને ચાલે છે. આ બિલ્ડીંગ વિદ્યાર્થીઓ અને ગ્રીન બિલ્ડીંગ બનાવનારા માટે પણ એક આદર્શ બની રહે છે.
વડાપ્રધાને પોતાના મહત્વનું સજેશન આપતાં કહ્યું કે, અહિં દુનિયાભરના લોકો આવવાના છે. ત્યારે ભાષાની મર્યાદા ન નડે તે માટે ભાષીણી એપનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રેન્ચને તેમની ભાષામાં જ જવાબ મળે અને આપણી ભાષામાં સમજી શકાય તેવી ટેક્નોલોજી તૈયાર કરવામાં પણ ભારત સરકાર મદદ કરશે. સાથે જ નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ એવો કોર્ષ તૈયાર કરવો જોઈએ. જેમાં વિદ્યાર્થીઓ ઈન્ટરપ્રિટેશન કરી શકે.
હું સુરતને ગેરન્ટી આપું છે કે, તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે
મોદીએ ગેરન્ટી આપતાં કહ્યું કે, 10માંથી 5માં નંબરની ઈકોનોમિ બન્યા છીએ. ત્યારે હવે આ ત્રીજા ટર્મમાં આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાનું છે. ત્યારે સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના લોકોની પણ જવાબદારી અને ભાગીદારી કેવી રીતે વધે તે જોવાનું છે. ડાયમંડ અને જેમ્સ અને જ્વેલર્સ માટે આફત પણ છે અને અવસર પણ છે. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના ટોટલ એક્સપોર્ટમાં માત્ર સાડા ત્રણ ટકા છે. સુરત નક્કી કરે તો સુરત ડબલ ડિજિટમાં ઝડપથી આવી શકે છે. હું સુરતને ગેરન્ટી આપું છે કે, તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે છે.
દુબઈ બાદ હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે: મોદી
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આજે સુરતનું સપનું પુરું થયું છે. મને યાદ છે હું પહેલાં આવતો હતો ત્યારે સુરતનું એરપોર્ટ કરતા બસસ્ટેશન સારા હતા. ઝૂંપડી જેવું હતું. આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તે સુરતનું સામર્થ્ય દર્શાવે છે. સુરતથી દુબઈની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. ખૂબ વહેલી હોંગકોંગની ફ્લાઈટ શરૂ થશે. હવે ગુજરાતમાં ત્રણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે. તેના લીધે હીરા ઉપરાંત ટેક્સટાઈલ, ટુરિઝમ, એજ્યુકેશન, સ્ટીલ સહિત દરેક ઈન્ડસ્ટ્રીને લાભ થશે.