ભાવનગરમાં રવિવારે સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્ક્વોર્ડ કુંભારવાડા સર્કલમાં ચેકીંગમાં હતી તે સમયે કોપર ભરેલ એક પીકઅપ વાન નીકળતા શંકાના આધારે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી તેવામાં એક શખ્સે ત્યાં આવી ચડી અને તંત્રવાહકોએ નાણા માંગ્યાનો આક્ષેપ કરી ચકચાર મચાવી હતી. જા કે જીએસટી તંત્રએ નમતુ નહી જાખી આ કિસ્સામાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
સ્ટેટ જીએસટી ભાવનગર જાઇન્ટ કમિશનર ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું હતું કે, મોબાઇલ સ્ક્વોર્ડ દ્વારા જે વાહન ડિટેઇન કરવામાં આવ્યું છે તે શંકાસ્પદ છે કારણ કે ઇ-વે બીલ મુજબ આ વાહનના રૂટનો ટ્રેક ડાયવર્ટ થયેલો જણાતા તપાસ હાથ ધરાઇ છે. વધુમાં આક્ષેપ કરનાર શખ્સ પોતે ભૂતકાળમાં બોગસ બિલીંગ કેસમાં સંડોવાયેલો હતો અને જેલમાં પણ જઇ આવ્યો છે આથી તંત્રના અધિકારીઓને રાગદ્વેષ રાખીને દબાવવાનો પ્રયાસ પણ હોઇ શકે છે. જા લાંચ માંગી હોય તો સત્તાવાર ફરિયાદ કરવા કેમ આગળ નથી આવતા. જાઇન્ટ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, લાંચ માંગ્યાનો કોઇ કિસ્સો છે જ નહીં. શંકાસ્પદ જણાતા વાહનને અટકાવતા લોકો કુતુહલવશ એકત્ર થઇ ગયા હતા અને તેવામાં એક શખ્સે આવીને ખોટી રીતે હોબાળો મચાવ્યો હતો. અમે આ કિસ્સાને ખુબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને અગાઉ આ શખ્સ અને કંપની દ્વારા જે રીતના ગબન કરવામાં આવ્યું હતું તેને પણ ધ્યાને લઇ કોઇ બીજુ કૌભાંડ તો નથી થતું ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.






