ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, રાહુલ ગોહિલ રહે.આખલોલ જકાતનાકા, ભાવનગર તથા મહેશ ઉર્ફે મયુર પરમાર રહે.ચિત્રા,ભાવનગરવાળા સફેદ કલરની મહિન્દ્દા કંપનીની ્ેંફ ૩૦૦ નં.-ય્ત્ન-૧૮-મ્હ્લ ૮૩૨૬માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના છે. જે બાતમી આધારે ભાવનગર -અમદાવાદ હાઇ-વે ઉપર ભાવનગર તરફ જતાં રોડ ઉપર નિરમાના પાટીયે બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ ઉપર વોચમાં રહેતાં ત્યાંથી પસાર થઈ રહેલ બાતમી વાળી ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૯૨૦ બોટલ કિં. રૂ. ૧,૯૨,૦૦૦ મળી આવી હતી.
એલ.સી.બી.એ.વિદેશી દારૂ,ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂ.૭,૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે
રાહુલ દિનેશભાઇ ગોહિલ ( ઉ.વ.૩૦ ધંધો-રી.ડ્રા. રહે.રૂમ નંબર-૧૦૬, સરયુ વિંગ્ઝ,સ્વપ્ન સાકાર સોસાયટી, ટોયોટા શો રૂમ પાછળ, આખલોલ જકાતનાકા, ભાવનગર ) અને મહેશ ઉર્ફે મયુર રાજુભાઇ જેન્તીભાઇ પરમાર ( ઉ.વ.૨૬ રહે.ઇÂન્દરાનગર,રફિક મોટર ગેરેજવાળો ખાંચો,ચિત્રા, ભાવનગર ) ની ધરપકડ કરી દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય બે શખ્સ ભૌમિકરાજસિંહ રાયજાદા (રહે.અમદવાદ) અને ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા (રહે.પ્રેસ કવાટર્સ, ભાવનગર) વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં કરનાર પોલીસ પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ, જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ, જયદિપસિંહ રઘુભા, હસમુખભાઇ પરમાર, ભોજુભાઇ બરબસીયા જાડાયા હતા.