ગારીયાધારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા યુવકે વીરડી ગામમાં બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા યુવકને સારવાર અર્થે ગારીયાધારની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવકે બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવવા અંગે પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધારના નવાગામ રોડ પર આવેલ બ્રહ્માણીનગર-૧ માં રહેતા અને ફોટોગ્રાફીનું કામકાજ કરતા યુવાન તુંષારભાઈ બાબુભાઈ ગલાણી ( ઉં. વ. ૩૫ ) ગારીયાધારમાં આવેલ મેટ્રો પ્લાઝા શોપિંગમાં બેઠા હતા ત્યારે વીરડી ગામના ઈલિયાજ ચૌહાણ અને સોહિલ ફિરોજભાઈ ચૌહાણ એ વોટ્સએપ કોલ કરી બિભત્સ ગાળો આપી તુષારભાઈને કહેલ કે તારે અમને ૧૧ લાખ રૂપિયા વ્યાજ સહિત દેવાના છે નહિતર તને જાનથી મારી નાખીશ, તારે જે કરવું હોય એ કર મારે રૂપિયા જોઈએ છે એવી ધમકી આપી હતી.તુષારભાઈ પાસે પૈસા ન હોય તેવો પાંચ ટોપરા રોડ પર જતા રહ્યા હતા ત્યાં પણ ઇલયાજ અને સોહીલે વારંવાર ફોન કરીએ ધમકી આપતા તુષારભાઈએ ઝેરી દવા ગટપટાવી લેતા તેમને સારવાર માટે ગારીયાધારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે તુષારભાઈ બાબુભાઈ ગલાણીએ ઈલિયાજ ચૌહાણ અને સોહિલ ફિરોજભાઈ ચૌહાણ ( રહે. બંને વીરડી,તા. ગારીયાધાર ) વિરુદ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.






