દેશમાં ફરી કોરોના વાયરસે માથું ઉંચક્યું છે, ત્યારે લાંબા સમય બાદ ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને દર્દીઓ દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યાં હતા. હાલ આ બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જે રિપોર્ટ આવ્યાં બાદ વેરિએન્ટની જાણકારી મળશે.
કેરળમાં દર્દીઓની સંખ્યા વધીને 1,634 થઈ
કેરળમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે કોવિડ -19 ના 111 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,634 થઈ ગઈ છે. આ સિવાય કેરળમાં કોરોનાને કારણે એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. આ સાથે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 72 હજાર 53 થઈ ગયો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે ગભરાવાની સલાહ આપી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.